૧ ચમચી તુલસી નો રસ ૧ ચમચી આદુનો રસ ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
૧ ગ્લાસ દૂધ મા અડધી ચમચી હળદર અડધી હળદર કરતા થોડા ઓછા પ્રમાણમાં મીઠું અને ૧૦ થી ૧૨ ગ્રામ જેટલો ગોળ લો અને આને એક ઉભરાણ આવે ત્યાં સુધી ગરમ કરો અને નવશેકું ગરમ હોય ત્યારે પીવાથી કફ મટે છે આ પ્રયોગ રાત્રે સુતી વખતે અને સવારે દાતણ કર્યો પછી નાસ્તા ના ૧ કલાક પહેલા કરવો.
૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસ્ મા ૧ ચમચી મધ મા મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.
દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ અને બહાર નીકળી જશે
આ બધા આયુર્વેદિક ઉપચાર અમે આયુર્વેદિક પુસ્તકો અને આયુર્વેદિક નિષ્ણાતો પાસે તેથી ભેગા કરેલ છે.